મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Gujarat news: ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, વાલીઓને વધુ ફી નહીં ચૂકવવી પડે

ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્

Gujarat news: ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી, વાલીઓને વધુ ફી નહીં ચૂકવવી પડે

ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધુ ફી શાળાઓ માંગી શકશે નહિ.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અગાઉના વર્ષોમાં ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી અને વિદ્યાર્થીઓએ ભરેલી અથવા શાળા દ્વારા આવી વસુલાયેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધિન રહેશે. ખાનગી શાળાઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી ફી નિર્ધારણ સમિતિની અરજીના પગલે સુપ્રીમ કોર્ટે આ વચ્ચગાળાનો આદેશ આપ્યો છે.

 આ સ્કૂલો પર પ્રિ-પ્રાયમરી વિભાગ માટે મંજૂરી વિના અતિશય ફી વસૂલવાનો આરોપ

આ સ્કૂલો પર પ્રિ-પ્રાયમરી વિભાગ માટે મંજૂરી વિના અતિશય ફી વસૂલવાનો આરોપ છે, જે ફી રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન છે. FRCએ દરેક સ્કૂલને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ પહેલાં, સ્કૂલોને નોટિસ જારી કરીને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જાણવા મળ્યું કે આ સ્કૂલોએ વર્ષોથી પ્રિ-પ્રાયમરી ફી માટે જરૂરી મંજૂરી લીધી ન હતી. FRCએ ચારેય સ્કૂલોને 15 દિવસમાં દંડની રકમ ભરવાનો આદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો