મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર બની ગયા, તેજસ્વી યાદવે કર્યો ધડાકો

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું છે. RJD નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી

ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર બની ગયા, તેજસ્વી યાદવે કર્યો ધડાકો

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું છે. RJD નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ચૂંટણીપંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'હવે ગુજરાતના લોકો બિહારના વોટર બની રહ્યા છે.' ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાનિયા જેવા ઘણા લોકોએ ગુજરાતમાંથી પોતાનું નામ હટાવીને પટનાના વોટર બની ગયા છે.

તેજસ્વી યાદવે આને ચૂંટણીમાં મોટા પાયે ધોખાધડી અને કાવતરું ગણાવ્યું છે. તેમણે ચૂંટણીપંચ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લગાવ્યો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને લોકશાહી મૂલ્યોને સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. 

ગુજરાત ભાજપના નેતા બિહારમાં વોટર બન્યાં

વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મોટો દાવો કર્યો છે કે, ઘણા ભાજપના નેતાઓ હવે બિહારના વોટર બની રહ્યા છે. તેમણે ખાસ કરીને ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાનિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમણે ગુજરાતમાંથી પોતાનું નામ કઢાવી નાખીને હવે પટનાના વોટર બની ગયા છે. તેજસ્વીએ તેને ચૂંટણીમાં છેતરપિંડીનો પ્રયાસ ગણાવ્યો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ આરોપ બિહારના ચૂંટણી રાજકારણમાં નવી ચર્ચા અને વિવાદને જન્મ આપી રહ્યો છે.

ઘણા નામોને મૃત જણાવીને મત ચોરી કરવાનો પ્રયાસ કરાયો

તેજસ્વી યાદવે આગળ કહ્યું કે, SIR (સિલેક્ટિવ ઈલેક્શન રોલ) અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઘણા નામોને મૃત જણાવીને મત ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટમાં તે લોકો જીવિત હોવાનું સામે આવ્યું છે. તેમણે ભાજપ પર ચૂંટણીમાં ધાંધલી કરવા માટે CBI, ED જેવી એજન્સીઓનો ઉપયોગ કર્યો અને જ્યારે તે નિષ્ફળ ગઈ, ત્યારે ચૂંટણીપંચને આગળ મોકલવાનો આરોપ લગાવ્યો. 2020ની ચૂંટણીમાં પણ ચૂંટણી પંચ દ્વારા મત ચોરી કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમની પાર્ટી માત્ર 12,000 મતોના માર્જિનથી 10 બેઠકો હારી ગઈ હતી. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં CCTV હોવા છતાં છેતરપિંડી સામે આવી હતી, જેને છુપાવવા માટે ચૂંટણી પંચે CCTV હટાવી દીધા હતા. 
 
દેશના લોકો આ સમગ્ર ષડયંત્રને સમજી રહ્યા છે

તેજસ્વીએ કહ્યું કે, દેશના લોકો આ સમગ્ર ષડયંત્રને સમજી રહ્યા છે અને ચૂંટણીપંચ ભાજપને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ વિપક્ષના મતો ઘટાડી રહ્યું છે અને એક જ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના સમર્થકો માટે બે EPIC નંબર બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી લોકતંત્રને ખતરો છે. 

આ સમાચાર શેર કરો