મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નવી મુંબઇમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવ્યો, કાર ચલાવતી મહિલા ખાડીમાં પડી; સુરક્ષા કર્મીઓએ બચાવી

નવી મુંબઇના બેલાપુરમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા એક મહિલા ખાડીમાં પડી હતી. આ ઘટના શુક્રવાર-શનિવાર રાત્રે

નવી મુંબઇમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવ્યો, કાર ચલાવતી મહિલા ખાડીમાં પડી; સુરક્ષા કર્મીઓએ બચાવી

નવી મુંબઇના બેલાપુરમાં ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા એક મહિલા ખાડીમાં પડી હતી. આ ઘટના શુક્રવાર-શનિવાર રાત્રે 1 વાગ્યે બની હતી. 

ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા મહિલા ખાડીમાં પડી

બેલાપુરમાં ગૂગલ મેપે મહિલાને પુલની નીચેનો રસ્તો બતાવ્યો હતો. મહિલાએ મેપ જોતા પુલની ઉપર જવાની જગ્યાએ નીચેનો રસ્તો પકડી લીધો હતો. પરિણામે તેની કાર સીધી ધ્રુવતારા જેટ્ટીમાંથી ખાડીમાં પડી હતી.

દરિયાઇ સુરક્ષા પોલીસે કારને ખાડીમાં પડતા જોઇ હતી અને તે તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાને પાણીમાં ડૂબતી જોઇ રેસક્યૂ બોટ અને પેટ્રોલિંગ ટીમની મદદથી મહિલાને બચાવવામાં આવી હતી.

ગૂગલ મેપને કારણે પહેલા પણ બની છે દુર્ઘટનાઓ

યુપીના મહારાજગંજમાં ફ્લાયઓવર પરથી કાર લટકી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં 9 જૂન 2025ના રોજ ગૂગલ મેપે બતાવેલા રસ્તા પર આગળ વધતા એક કાર અધુરા ફ્લાઇઓવરની નીચે લટકી ગઇ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત બચી ગયા હતા.

ગ્રેટર નોઇડામાં પણ કાર 30 ફૂટ ઊંડા નાળામાં પડી

ગ્રેટર નોઇડામાં ગૂગલ મેપના ખોટા નેવિગેશન ડાયરેક્શનને કારણે 31 વર્ષનો સ્ટેશન માસ્ટર 30 ફૂટ ઊંડા નાળામાં પડ્યો હતો, તેને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

ગૂગલ મેપ અધૂરા પુલ પર લઇ ગયો, કાર નીચે પડતા 3નાં મોત

ઉત્તર પ્રદેશના બરેલીમાં 25 નવેમ્બર 2024ના રોજ ગૂગલ મેપને કારણે એક કાર અધૂરા પુલ નીચે પડી ગઇ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 ભાઇઓ સહિત 3 યુવકોના મોત થયા હતા. ત્રણેય ગૂગલ મેપના સહારે કારમાં બરેલી જતા હતા. લોકેશનના હિસાબથી ચાલતા યુવકો પુલ પર પહોંચી ગયા હતા.

આ સમાચાર શેર કરો