મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

IIM કોલકાતાની બોયઝ હોસ્ટેલમાં યુવતિ સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

કોલકાતાની જોકામાં આવેલી પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-કલકત્તા (IIM-C) ના બોયઝ હોસ્ટે

IIM કોલકાતાની બોયઝ હોસ્ટેલમાં યુવતિ સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો

કોલકાતાની જોકામાં આવેલી પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-કલકત્તા (IIM-C) ના બોયઝ હોસ્ટેલમાં એક યુવતિ પર બળાત્કાર થયો છે. આ ઘટનાથી IIM સંસ્થામાં ખળભળાટ મચી ગયો છે. IIM કલકત્તાનું કહેવું છે કે, પીડિતા સંસ્થાની વિદ્યાર્થીની નથી. પરંતુ તે તેના મિત્ર સાથે  હોસ્ટેલમાં રહેતી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતાને નોકરીના કાઉન્સેલિંગ સેશન માટે બોયઝ હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી. જ્યાં તેની સાથે આ ઘટનાને અંજામ અપાયો હતો.

પીડિતાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો 

પીડિત છોકરીનો આરોપ છે કે, શુક્રવારે કેમ્પસમાં જ બોયઝ હોસ્ટેલના એક વિદ્યાર્થીએ તેના પર બળાત્કાર કર્યો હતો. તેણે મોડી સાંજે હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છોકરીની ફરિયાદ બાદ પોલીસ આ તપાસમાં જોડાઈ છે. આ ઘટનાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. કેમ્પસ સુરક્ષા અંગે વધતી ચિંતાઓ વચ્ચે તપાસ ચાલી રહી છે.

કોલ્ડ્રિંક્સ પીવડાવી બેભાન કરી

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના IIM-કલકત્તા કેમ્પસમાં સ્થિત છોકરાઓના છાત્રાલયમાં બની હતી. વિદ્યાર્થિનીએ આરોપ લગાવતા નિવેદન આપ્યું કે, તેને નોકરીના કાઉન્સેલિંગ માટે બોયઝ હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી. ત્યાં તેને પીઝા અને કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું હતું. તેણીને લાગે છે કે પીણામાં નશીલા પદાર્થો ભેળવવામાં આવ્યા હોવાને પગલે તે બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવતા તેને ખ્યાલ આવ્યો કે તેના ઉપર બળાત્કાર થયો છે.

પીડિતાને ધમકી આપી

પીડિતાએ જણાવ્યું કે,  જ્યારે તેણી ભાનમાં આવી ત્યારે આરોપીએ ધમકી આપતા કહ્યું કે, જો આ ઘટનાની કોઈને જાણ કરી તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ પીડિતાએ તાત્કાલિક તેના મિત્રનો સંપર્ક કર્યો અને હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપી વિદ્યાર્થીની શુક્રવારે રાત્રે અટકાયત કરી લીધા બાદ ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો