Video: રામલીલા મેદાનની રેલી પર ભાજપના નેતા ગિરિરાજસિંહનો કટાક્ષ

ભાજપના નેતા ગિરિરાજસિંહે રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષની રેલીને સંપૂર્ણ નિષ્ફળ ગણાવી છે. તેમણે દાવો કર્યો કે 10 લાખ લોકોની રેલીના પ્રચાર છતાં મેદાનમાં અપેક્ષા મુજબની ભીડ એકત્ર થઈ શકી નથી. તેમના કહેવા મુજબ રામલીલા મેદાનની ક્ષમતા 50 હજાર લોકોની હોવા છતાં મેદાનનો મોટો ભાગ ખાલી રહ્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે દેશનો યુવા રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છે અને વિપક્ષના આરોપોથી પ્રભાવિત થતો નથી. ભાજપના નેતાએ વધુમાં આક્ષેપ કર્યો કે વિપક્ષ છેલ્લા એક વર્ષથી દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જાહેરાત







