મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

૧ જુલાઈથી નવો પાસપોર્ટ કઢાવવો થશે મોંઘો, જાણો ફીમાં કેટલો થઈ શકે છે વધારો

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. દેશમાં પાસપોર્ટને

૧ જુલાઈથી નવો પાસપોર્ટ કઢાવવો થશે મોંઘો, જાણો ફીમાં કેટલો થઈ શકે છે વધારો
આ સમાચાર સાંભળો

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. દેશમાં પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે માન્ય રાખવા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિદેશ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. મંત્રાલયે પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026 જાહેર કરીને નવી ફી વસૂલવાની મંજૂરી આપી દીધી છે.

1 જુલાઈથી નવો નિયમ લાગુ

નવા નિયમો મુજબ આગામી 1 જુલાઈ 2026થી પાસપોર્ટના નવા દરો અમલમાં આવી જશે. આ ફેરફારને કારણે હવે સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ કઢાવવો 2,000 રૂપિયા સુધી મોંઘો થઈ શકે છે. સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

જૂની ફી સિસ્ટમ નાબૂદ

આ નવી વ્યવસ્થા લાગુ થતાં જ નવો પાસપોર્ટ કઢાવવા, જૂનો પાસપોર્ટ રીન્યુ કરાવવા કે અન્ય સંબંધિત સેવાઓ માટે લોકોએ વહેલી તકે સુધારેલી ફી ચૂકવવી પડશે. આ માટે સરકાર વર્ષ 1980ની જૂની ફી યાદી (શેડ્યૂલ-IV)ને કાયમ માટે હટાવીને નવી ચાર્જ યાદી લાગુ કરવા જઈ રહી છે.

આ સમાચાર શેર કરો