દાઉદ ઇબ્રાહિમના રસ્તા પર લોરેન્સ બિશ્નોઇ, ગેન્ગમાં 700 શૂટર; 6 દેશ સુધી ફેલાયેલુ છે સામ્રાજ્ય
અજિત પવાર જૂથ અને NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલાની જવાબદારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વા

અજિત પવાર જૂથ અને NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલાની જવાબદારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બિશ્નોઇ ગેન્ગે લીધી છે. ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર ગેન્ગને લઇને NIA કાર્યવાહી કરી રહ્યું છે. આ વચ્ચે NIAએ કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાર સહિત કેટલાક કુખ્યાત ગેન્ગસ્ટર્સ વિરૂદ્ધ ગેન્ગસ્ટર ટેરર કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ તેમાં કેટલાક ખુલાસા કર્યા છે.
દાઉદ ઇબ્રાહિમના રસ્તા પર લોરેન્સ બિશ્નોઇ
NIAએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઇ અને તેનું ટેરર સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાયેલું છે. બિશ્નોઇએ પોતાનું નેટવર્ક તેવી રીતે ઉભુ કર્યું છે જેમ 90ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમે નાના મોટા ગુના કરતા ઉભુ કર્યું હતું. દાઉદ ઇબ્રાહિમે ડ્રગ્સની તસ્કરી, ટાર્ગેટ કિલિંગ, એક્સટોર્શન રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું અને પછી D કંપની બનાવી હતી. તે બાદ પાકિસ્તાની આતંકીઓ સાથે ગઠબંધન કરીને પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. દાઉદ ઇબ્રાહિમ અને D કંપનીની જેમ જ બિશ્નોઇ ગેન્ગે નાના મોટા ગુના દ્વારા પોતાની શરૂઆત કરી છે અને ખુદની ગેન્ગ બનાવી છે. હવે નોર્થ ઇન્ડિયામાં બિશ્નોઇ ગેન્ગનો કબ્જો થઇ ગયો છે.
લોરેન્સ બિશ્નોઇ ગેન્ગમાં 700થી વધુ શૂટર
કેનેડા પોલીસ અને ઇન્ડિયન એજન્સીના વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફ ગોલ્ડી બરાર બિશ્નોઇ ગેન્ગને ઓપરેટ કરી રહ્યો છે. NIAએ જણાવ્યું કે બિશ્નોઇ ગેન્ગમાં 700થી વધુ શૂટર છે જેમાં 300 પંજાબ સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇંસ્ટાગ્રામ, યૂ ટ્યુબ દ્વારા બિશ્નોઇ અને ગોલ્ડી બરારનો પ્રચાર કરવામાં આવ્યો. બિશ્નોઇ ગેન્ગે વર્ષ 2020-21 સુધી કરોડો રૂપિયા એક્સટોર્શન દ્વારા કમાયા છે અને તે પૈસા હવાલા દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યા છે.
ભારતના 11 રાજ્ય અને 6 દેશ સુધી ફેલાયેલુ છે ક્રાઇમનું સામ્રાજ્ય
NIA અનુસાર ક્યારેક બિશ્નોઇ ગેન્ગ માત્ર પંજાબ સુધી જ સીમિત હતી પરંતુ તેને ગોલ્ડી બરાર સાથે મળીને હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેન્ગ સાથે ગઠબંધન કર્યું અને એક મોટી ગેન્ગ બનાવી હતી. બિશ્નોઇ ગેન્ગ હવે આખા ઉત્તર ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સુધી ફેલાઇ ગઇ છે. સોશિયલ મીડિયા અને તમામ અલગ અલગ રીતે યુવાનોને ગેન્ગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેન્ગ USA, અજરબૈજાન, પોર્ટુગલ, UAE અને રશિયા સુધી ફેલાયેલી છે.
યુવાનોને વિદેશ મોકલવાની આપવામાં આવે છે લાલચ
યુવાનોને કેનેડા અથવા તેમના મનપસંદ દેશમાં શિફ્ટ કરવાની લાલચ આપીને ગેન્ગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલો ખાલિસ્તાની આતંકી હરવિંદર સિંહ રિંદા બિશ્નોઇ ગેન્ગના શૂટરનો ઉપયોગ પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિને અંજામ અપાવવામાં કરે છે. UAPA હેઠળ કોર્ટમાં NIA કેટલાક દિવસ પહેલા લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાર સહિત કૂલ 16 ગેન્ગસ્ટર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
ગેન્ગને કોણ સંભાળે છે
ગોલ્ડી બરાર કેનેડા, પંજાબ અને દિલ્હીની ગેન્ગ સંભાળે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અમેરિકામાં ગેન્ગ રોહિત ગોદારા જોવે છે. પોર્ટુગલ, અમેરિકા, દિલ્હી NCR, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળની કમાન અનમોલ બિશ્નોઇ પાસે છે. કાલા જઠેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેન્ગ સંભાળે છે. ગેન્ગની રિપોર્ટ સીધી અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને આપવામાં આવે છે.
બિશ્નોઇ ગેન્ગ પાસે ક્યાથી આવે છે હથિયાર
ગેન્ગ પાસે હથિયાર મધ્ય પ્રદેશના માલવા, યુપીના મેરઠ, મુજફ્ફરનગર, અલીગઢ અને બિહારના મુંગેર, ખગડિયાથી આવે છે. આ સિવાય પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા પંજાબના જિલ્લામાંથી પણ ગેન્ગ પાસે હથિયાર પહોંચે છે. આ સિવાય પાકિસ્તાન, અમેરિકા, રશિયા, કેનેડા અને નેપાળમાંથી પણ ગેન્ગ પાસે હથિયાર આવે છે.








