મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:કેરળમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં આવેલા કલાંજૂરમાં પુનાલુર-મુવત્તુપુઝા સ્ટેટ હાઈવે પર એક કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થતા બ

કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં આવેલા કલાંજૂરમાં પુનાલુર-મુવત્તુપુઝા સ્ટેટ હાઈવે પર એક કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક સાથેની જોરદાર ટક્કર બાદ તે અનિયંત્રિત થઈને નજીકના ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો