76મો પ્રજાસતાક દિવસ: 93 જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત, બે જવાનોને મળશે કીર્તિ ચક્ર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76માં પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ 11 મરણોપરાંત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76માં પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ 11 મરણોપરાંત સહિત 93 સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના જવાનો માટે વીરતા પુરસ્કારને મંજૂરી આપવામાં આવી છે. આમાં બે કીર્તિ ચક્રોનો સમાવેશ થાય છે, જેમાં એક મરણોપરાંત. 14 શૌર્ય ચક્રો, જેમાં ત્રણ મરણોપરાંત ચક્રોનો સમાવેશ થાય છે. એક વખત ટુ સેના મેડલ (વીરતા), 66 આર્મી મેડલ જેમાં સાત મરણોપરાંત મેડલો સામેલ છે. આમાં બે નૌસેના મેડલ (વીરતા) અને આઠ વાયુસેના મેડલ (વીરતા)નો સમાવેશ થાય છે.
આ ઘોષણા ભારતીય સશસ્ત્ર દળો અને CAPFની અભૂતપૂર્વ સેવા અને અપ્રતિમ બહાદુરીને સન્માન આપવા માટે કરવામાં આવી છે. કીર્તિ ચક્ર એ અશોક ચક્ર પછી ભારતનો બીજો સૌથી મોટો શાંતિ સમયનો વીરતા પુરસ્કારછે. જ્યારે શૌર્ય ચક્ર એ ભારતનો ત્રીજો સૌથી મોટો શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. નીચે મુજબના વિવિધ પુરસ્કાર આપવાની રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે.
આ પુરસ્કારમાં સામેલ છે
2 કીર્તિ ચક્ર (1 મરણોપરાંત) - મેજર મંજીત, પંજાબ, 22 RR (સેના), નાયક દિલાવર ખાન, આર્ટીલરી, 28 RR-મરણોપરાંત (સેના)
14 શૌર્ય ચક્ર (3 મરણોપરાંત)
1 વખત સેના મેડલ (વીરતા)
66 સેના મેડલ (7 મરણોપરાંત)
2 નૌસેના મેડલ (વીરતા)
8 વાયુ સેના મેડલ (વીરતા)
30 પરમ વિશિષ્ટ સેવા મેડલ
5 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ
57 અતિ વિશિષ્ટ સેવા મેડલ
10 યુદ્ધ સેવા મેડલ
1 વખત ટૂ સેના મેડલ (કર્તવ્ય પ્રત્યે સમર્પણ)
43 સેના મેડલ (કર્તવ્ય પ્રત્યે સમર્પણ)
8 નૌસેના મેડલ (કર્તવ્ય પ્રત્યે સમર્પણ)
15 વાયુસેના મેડલ (કર્તવ્ય પ્રત્યે સમર્પણ)
4 વખત વિશિષ્ટ સેવા મેડલ
સૈનિકોની બહાદુરી અને દેશની સેવાનું પ્રતીક છે આ પુરસ્કાર
આ પુરસ્કારનો ઉદ્દેશ્ય ભારતીય સશસ્ત્ર દળો અને કેન્દ્રીય દળોની અભૂતપૂર્વ હિંમત અને દેશભક્તિને સન્માન આપવાનો છે. આ સન્માન સૈનિકોની બહાદુરી અને દેશની સેવા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને સલામ કરે છે. ભારતના બહાદુર સપૂતોને આપવામાં આવેલું આ સન્માન આપણા દેશની સુરક્ષામાં તેમના યોગદાન અને બલિદાનની ગૌરવશાળી ગાથાનું પ્રતીક છે.
ભારત સરકાર દ્વારા આપવામાં આવતા વીરતા પુરસ્કારની મુખ્ય ત્રણ શ્રેણીઓ છે.
પરમવીર ચક્ર: આ સર્વોચ્ચ સેના સન્માન છે, જે અસાધારણ બહાદુરી અને બલિદાન માટે આપવામાં આવે છે.
મહાવીર ચક્ર: આ બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે, જે યુદ્ધભૂમિમાં બહાદુરી દર્શાવવા બદલ આપવામાં આવે છે.
વીર ચક્ર: આ સન્માન યુદ્ધના મેદાનમાં ઉત્કૃષ્ટ બહાદુરી દર્શાવવા બદલ પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત, શાંતિકાળમાં ઉત્કૃષ્ટ કાર્યો માટે અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર આપવામાં આવે છે.








