મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રૂપાલાથી સ્મૃતિ ઇરાની સુધી, મોદી કેબિનેટમાંથી 21 પૂર્વ મંત્રીઓનું પત્તુ કપાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા હતા. નરેન્દ્ર મો

રૂપાલાથી સ્મૃતિ ઇરાની સુધી, મોદી કેબિનેટમાંથી 21 પૂર્વ મંત્રીઓનું પત્તુ કપાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા હતા. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારંભમાં પીએમ મોદીની સાથે અનેક મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જોકે, NDA 3.0 મંત્રી મંડળમાંથી પરશોત્તમ રૂપાલા સહિત અનેક મંત્રીઓના પત્તા કાપવામાં આવ્યા છે.

આ વખતે મોદી કેબિનેટ 3.0માં NDAના સહયોગી પક્ષની ભાગીદારી વધી હતી. સાથે જ કેટલાક દિગ્ગજોને પદ મુક્ત કરવામાં આવ્યા હતા જેમને મોદી સરકાર 2.0માં મહત્ત્વની જવાબદારી મળી હતી. 

આ નેતાઓનું પત્તુ કપાયું

  • પરશોત્તમ રૂપાલા
  • સ્મૃતિ ઇરાની
  • અનુરાગ ઠાકુર
  • અજય મિશ્રા ટેની
  • અજય ભટ્ટ
  • સાધ્વી નિરંજન જ્યોતિ
  • મીનાક્ષી લેખી
  • રાજકુમાર રંજન સિંહ
  • જનરલ વીકે સિંહ
  • આરકે સિંહ
  • અર્જુન મુંડા
  • રાજીવ ચંદ્રશેખર
  • નિશીથ પ્રમાણિક
  • સુભાષ સરકાર
  • જોન બારલા
  • ભારતી પંવાર
  • અશ્વિની ચૌબે
  • રાવસાહેબ દાનવે
  • કપિલ પાટિલ
  • નારાયણ રાણે
  • ભગવત કરાડ

આ સમાચાર શેર કરો