મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ SDM નિશા બાંગરેનો રાજનીતિથી થયો મોહભંગ, કોંગ્રેસ છોડી ફરી એક વખત સરકારી નોકરી માટે કરી અરજી

મધ્યપ્રદેશમાં વહીવટી અધિકારી રહી ચૂકેલી નિશા બાંગરેનો રાજકારણથ

પૂર્વ SDM નિશા બાંગરેનો રાજનીતિથી થયો મોહભંગ, કોંગ્રેસ છોડી ફરી એક વખત સરકારી નોકરી માટે કરી અરજી

મધ્યપ્રદેશમાં વહીવટી અધિકારી રહી ચૂકેલી નિશા બાંગરેનો રાજકારણથી મોહભંગ થઈ ગયો છે. હવે કોંગ્રેસ છોડ્યા બાદ ફરી એક વખત નિશા બાંગરે સરકારી નોકરીમાં પાછી આવવા માગે છે. આ માટે કોંગ્રેસના પ્રવક્તાએ સરકારને આવેદન આપવા ઉપરાંત મુખ્યમંત્રીને મળવા માટે પણ સમય માંગ્યો છે.
 
નિશા બાંગરે છતરપુરમાં ડેપ્યુટી કલેક્ટર પદે રહી ચૂકી છે. અહીં પોસ્ટિંગ દરમિયાન તેણી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ હતી. આ સાથે બેતુલ જિલ્લાની આમલા બેઠક પરથી પોતાના માટે વિધાનસભાની ટિકિટ પણ માંગી હતી. પરંતુ આ બેઠક પર નોમિનેશનની તારીખ વીતી ગયા બાદ વહીવટી અધિકારી નિશા બાંગરેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. જેના કારણે તેમને કોંગ્રેસની ટિકિટ પર લડવા મળ્યું નહોતું. 

જો રાજકીય સૂત્રોનું માનવામાં આવે તો, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વએ નિશા બાંગરેને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હવે તેને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પણ નિરાશા સાંપડી છે.
 
તાજેતરમાં કોંગ્રેસે નિશા બાંગરને પાર્ટીના પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂંક કરી હતી, પરંતુ હવે આ ભૂતપૂર્વ મહિલા અધિકારીનો રાજકીય ગલિયારાઓથી મોહભંગ થઈ ગયો છે. હવે તેણે ફરીથી એક વખત સરકારી સેવામાં જોડાવા માટે અરજી કરી છે.

બીજી તરફ, કોંગ્રેસ નેતા નિશા બાંગરેની વહીવટી દુનિયામાં પાછા ફરવાની વિનંતી પર ભાજપે આકરી ટીકા કરી છે. ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે લખ્યું કે, લાલચ બૂરી બલા છે, અને આ બલા નિશા બાંગરેને લઈને ડૂબી છે. ચૂંટણીના માત્ર 2 મહિના પહેલા જ કમલનાથના ચક્કરમાં આવી ગયા અને  ડે. કલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું. સરકારમાં રાજીનામું સ્વીકારવા માટેના તમામ પેપરવર્ક પૂરા થયા ત્યાં સુધી વિધાનસભા માટેની નોમિનેશનની તારીખ પસાર થઈ ગઈ હતી. કમલનાથે ફરી આસ્વાસન આપ્યું કે, જો સરકાર બનશે તો તેમને મોટી જવાબદારી મળશે. હવે તેઓ ન તો ધારાસભ્ય બની શક્યા કે ન તો તેઓ ડે. કલેક્ટર પદે રહી શક્યા. કોંગ્રેસે નિશાનાના સપના બરબાદ કરી દીધા.

આ સમાચાર શેર કરો