ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ કેસરીયો ધારણ કર્યો, દિલ્હી BJP ઓફિસમાં વિધિવત રીતે જોડાયા
ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસને કર્યા રામરામ2

ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસને કર્યા રામરામ
22 માર્ચે રોહન ગુપ્તાએ આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું
કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી આપી હતી ટિકિટ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ કેસરીયો ધારણ કર્યો. રોહન ગુપ્તા વિધિવત રીતે ભાજપમાં જોડાયા. અમદાવાદ પૂર્વથી ઉમેદવાર જાહેર થયા પછી લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તા દિલ્હી ભાજપ ઓફિસમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.
રોહન ગુપ્તાને ગુજરાત કોંગ્રેસે અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ટિકિટ આપી હતી, પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી લડવાનો ઈન્કાર કર્યો હતો. રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પૂરીના હસ્તે કેસરિયા કર્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબી બગાડવાના પ્રયાસો
રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબી બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી.








