જેહાદ કે અય્યાશી? આતંકીઓની લાશના ખિસ્સામાંથી મળ્યા લવ લેટર્સ અને કોન્ડોમ

શ્રીનગર / નવી દિલ્હી: કાશ્મીરમાં દાયકાઓથી પાકિસ્તાન જે 'ધર્મયુદ્ધ' અથવા 'જેહાદ' (Jihad) નો રાગ આલાપતું રહ્યું છે, તેનો અસલી અને ઘૃણાસ્પદ ચહેરો હવે દસ્તાવેજી પુરાવાઓ સાથે દુનિયાની સામે આવ્યો છે. ઘાટીમાં મઝહબના નામે લોહીની નદીઓ વહાવવા આવેલા વિદેશી અને પાકિસ્તાની આતંકવાદીઓનો (Pakistani Terrorists) હેતુ ક્યારેય કોઈ પવિત્ર લડાઈનો નહોતો. સુરક્ષાબળો સાથેની એન્કાઉન્ટરમાં (Encounter) માર્યા ગયેલા આ આતંકીઓની જ્યારે તલાશી લેવામાં આવી, ત્યારે તેમના ખિસ્સામાંથી શહાદતના સંદેશ નહીં, પરંતુ કાશ્મીરી યુવતીઓને લખેલા 'લવ લેટર્સ' (Love Letters) અને કોન્ડોમ (Condoms) જેવી સામગ્રી મળી આવી છે.
આ સનસનાટીભર્યા સત્યનો ખુલાસો એક પૂર્વ કાશ્મીરી આતંકી અને બાદમાં ભારતીય સેનાના અંડરકવર ઓપરેટિવ (Undercover Operative) તરીકે કામ કરી ચૂકેલા મુશ્તાક અહેમદ ભટે (કોડનેમ- અશફાક/રોમિયો) કર્યો છે. એક લોકપ્રિય પોડકાસ્ટ (Podcast Interview) માં મુશ્તાકે 90ના દાયકાથી લઈને 2016 સુધીના આતંકવાદના એ કાળા અધ્યાયને ખોલીને રજૂ કર્યો છે, જેને પાકિસ્તાન હંમેશા છુપાવવા માંગતું હતું.
આતંકીઓના ખિસ્સામાંથી મળ્યા પ્રેમપત્રોના બંડલ
પોડકાસ્ટ દરમિયાન મુશ્તાકે કેમેરાની સામે એ 'લવ લેટર્સ' ના જૂના બંડલ બતાવ્યા જે માર્યા ગયેલા આતંકીઓની લાશ પાસેથી મળ્યા હતા. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં લખાયેલા આ પત્રોમાં જેહાદની કોઈ વાતો નહોતી, પરંતુ કાશ્મીરી યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવા માટેના જુઠ્ઠા વાયદાઓહતા. પત્રોમાં લખ્યું હતું કે- "હું તારા સારા ચારિત્ર્યને પ્રેમ કરું છું..." મુશ્તાકના જણાવ્યા મુજબ, વિદેશી આતંકીઓ સ્થાનિક માસૂમ છોકરીઓને આવા નકલી પ્રેમજાળમાં ફસાવતા હતા.
જેહાદના નામે હવસનો ખેલ: શોપિયાં એન્કાઉન્ટરનો ખુલાસો
વાર્તા માત્ર પ્રેમપત્રો સુધી સીમિત નથી. પૂર્વ કમાન્ડરે ચોંકાવનારો દાવો કર્યો કે દક્ષિણ કાશ્મીરના શોપિયાં (Shopian) વિસ્તારમાં થયેલી અનેક અથડામણમાં માર્યા ગયેલા કે પકડાયેલા પાકિસ્તાની આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં કોન્ડોમ મળી આવ્યા હતા. જ્યારે સુરક્ષાબળો અથવા ઓપરેટિવ્સે પકડાયેલા આતંકીઓ પર કડકાઈ કરીને પૂછ્યું કે, "જો તમે અહીં ઇસ્લામના નામે લડવા આવ્યા છો, તો આ વસ્તુઓનું શું કામ છે?" ત્યારે તેઓ ઉશ્કેરાઈ જતાં હતા. આનાથી સાબિત થાય છે કે જે આતંકીઓ કાશ્મીરમાં 'હૂર' મેળવવાની લાલચમાં આવતા હતા, તેઓ હકીકતમાં અહીંની સ્થાનિક મહિલાઓનું શોષણ (Exploitation) કરવાની ફિરાકમાં રહેતા હતા.
કાશ્મીરમાં પાછળ છોડી ગયા ગેરકાયદેસર સંતાનો અને બરબાદ જિંદગીઓ
ઇન્ટરવ્યુમાં એક વધુ ભયાનક હકીકત સામે આવી છે, જેના પર કાશ્મીરમાં અવારનવાર મૌન સેવી લેવાય છે. શોપિયાં અને દક્ષિણ કાશ્મીરના કેટલાક ગામોમાં આજે પણ એવા બાળકો હાજર છે જે પાકિસ્તાની આતંકીઓની ગેરકાયદેસર સંતાનો (Illegitimate Children) છે.
મુશ્તાકના જણાવ્યા અનુસાર, વિદેશી આતંકીઓ સ્થાનિક ઘરોમાં આશરો (Shelter) લેતા હતા અને છોકરીઓ સાથે છદ્મ લગ્ન કરીને સંબંધો બાંધતા હતા. સાજિદ અને આદિલ પઠાન જેવા પાકિસ્તાની આતંકીઓએ કાશ્મીરી છોકરીઓની આવી જ રીતે જિંદગી બરબાદ કરી અને જ્યારે તેઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, ત્યારે તેમની પાછળ છોકરાઓ અને એ મહિલાઓ સમાજમાં કલંકિત (Stigmatized) થઈને જીવવા મજબૂર બની છે.
મુજાહિદ નહીં, માત્ર હવસના પૂજારી: ઘાટીના યુવાનો માટે આઇનો
દાયકાઓથી 'શહીદ' અને 'મુજાહિદ' (Mujahid) નું મહોરું પહેરીને કાશ્મીરની વાદીઓને લોહીલુહાણ કરનારા આ આતંકીઓની અસલિયત હવે દસ્તાવેજી પુરાવા સાથે જગજાહેર થઈ ગઈ છે. આ કોઈ વૈચારિક કે મઝહબી લડાઈ નહોતી, પરંતુ એક આખું વ્યવસ્થિત નેટવર્ક (Terror Network) હતું જેમાં સ્થાનિક યુવાનોના હાથમાં પથ્થરો અને બંદૂકો પકડાવીને, પાકિસ્તાની આતંકીઓ ઘાટીમાં અય્યાશીના અડ્ડા ચલાવતા હતા. પાકિસ્તાનના પ્રોપેગેન્ડાનો (Propaganda) શિકાર બનતા કાશ્મીરી યુવાનો માટે આ ખુલાસો એક આંખ ઉઘાડનારો કિસ્સો છે.

