મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હેમંત સોરેન સરકારમાં પૂર્વ સીએમ ચંપાઈ સોરેન બન્યા મંત્રી, ભાઈ બસંતને ના મળ્યું સ્થાનઃ આવી છે નવી કેબિનેટ

હેમંત સોરેનની નેતૃત્વવાળી ઝારખંડ સરકારે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હ

હેમંત સોરેન સરકારમાં પૂર્વ સીએમ ચંપાઈ સોરેન બન્યા મંત્રી, ભાઈ બસંતને ના મળ્યું સ્થાનઃ આવી છે નવી કેબિનેટ

હેમંત સોરેનની નેતૃત્વવાળી ઝારખંડ સરકારે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. હવે સોરેનની કેબિનેટનું વિસ્તરણ પણ થઈ ગયું છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને JMMના નેતૃત્વવાળા ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અને અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં રાજભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે હેમંત સોરેનના ભાઈ બસંત સોરેનને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

આ મંત્રીમંડળમાં ઝારખંડ મુક્તિ મોરચા તરફથી બસંત સોરેન, દીપક બેરુઆ, હફિજુલ હસન અંસારી, બેબી દેવી, મિથિલેશ ઠાકુર, બૈદ્યનાથ રામનો સમાવેશ કરાયો છે. જણાવી દઈએ કે બૈદ્યનાથ રામ સિવાય આ તમામ નેતાઓ હેમંત અને ચંપાઈ સોરેન સરકારમાં મંત્રી પદ ઉપર પણ હતા. સત્યાનંદ ભોક્તાને આરજેડી ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઝારખંડમાં કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં ચૂંટણી પહેલા મળેલા જામીનને કારણે JMM નેતા હેમંત સોરેને ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઝારખંડના મુખ્યમંત્રીએ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેનની આગેવાની હેઠળની ગઠબંધન સરકારે  વિધાનસભામાંથી વિપક્ષી સભ્યોના વોકઆઉટ વચ્ચે વિશ્વાસ મત જીત્યો હતો. 81 સભ્યોની રાજ્ય વિધાનસભામાં, નામાંકિત સભ્ય ગ્લેન જોસેફ ગોલસ્ટન સહિત કુલ 45 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

આ સમાચાર શેર કરો