જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં ભાજપના 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહને ન આપી ટિકિટ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.
જમ્મુ કાશ્મીરમાં યોજનારી ત્રણ તબક્કાની ચૂંટણીમાંથી ત્રણેય પાર્ટના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભાજપ સોમવારે સવાર સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.






