મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિશાખાપટ્ટનમ/ રેલવે સ્ટેશન પર ઉભેલી કોરબા એક્સપ્રેસના 4 ડબ્બામાં લાગી આગ

છત્તીસગઢના કોરબાથી વિશાખાપટ્ટનમ પહોંચેલી કોરબા એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ટ્રેન કો

વિશાખાપટ્ટનમ/ રેલવે સ્ટેશન પર ઉભેલી કોરબા એક્સપ્રેસના 4 ડબ્બામાં લાગી આગ

છત્તીસગઢના કોરબાથી વિશાખાપટ્ટનમ પહોંચેલી કોરબા એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ટ્રેન કોરબાથી તિરૂમાલા જતી હતી. જ્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી રહી આ દરમિયાન તેમાં અચાનક આગ લાગી હતી. 

આ દરમિયાન ત્રણ એસી બોગી પુરી રીતે બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે, તેમાં વધારે કોઇ નુકસાનના સમાચાર નથી.

આ દૂર્ઘટના B7 બોગીના શૌચાલયમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં રેલવે અધિકારીઓને જાણવા મળ્યું છે. B7 બોગી સળગી ગઇ હતી જ્યારે B6 અને M1 બોગી આંશિક રીતે સળગી ગઇ હતી. ઘટનાના સમયે ટ્રેનમાં કોઇ મુસાફર નહતો જેને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી.

આ સમાચાર શેર કરો