Video: કૃષ્ણ નગરમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કરોલ બાગ સ્થિત કૃષ્ણ નગર વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી હતી, જ્યારે પોલીસ અને બચાવ ટીમો દ્વારા રાહત કામગીરી હાથ ધરીને કોઈ જાનહાનિ ન થાય તે માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જાહેરાત













