મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીથી જયપુર જતી ગરીબ રથ ટ્રેન નીચે લાગી આગ, કોચમાંથી નીકળ્યો ધુમાડો

દિલ્હીથી જયપુર જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના કોચ નીચે સવારે લગભગ 11.45 કલાકે અલવરમાં તિજારા ગેટ પા

દિલ્હીથી જયપુર જતી ગરીબ રથ ટ્રેન નીચે લાગી આગ, કોચમાંથી નીકળ્યો ધુમાડો

દિલ્હીથી જયપુર જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના કોચ નીચે સવારે લગભગ 11.45 કલાકે અલવરમાં તિજારા ગેટ પાસે અચાનક આગ લાગી હતી. કોચમાંથી ધુમાડો નીકળતા પ્રવાસીઓ ગભરાયા હતા. ટ્રેન એકાએક થંભી જતા પ્રવાસીઓ ગભરાઈને નીચે ઉતરી ગયા. સૂચના મળતા જ ટ્રેન સ્ટાફ અને ઇલેક્ટ્રિશિયન ઘટનાસ્થળે પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, કોચના બ્રેક લાઈનટર ચોંટી જતા નીચે આગ લાગી હતી. ટ્રેનની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. સ્ટાફે કોચના બ્રેક રિપેર કર્યા બાદ ટ્રેન રવાના થઈ હતી.

આ સમય દરમિયાન ટ્રેન લગભગ એક કલાક સુધી તિજારા ગેટ નજીક સ્થિર રહી. આગ કાબુમાં આવ્યા પછી મુસાફરોને ફરીથી ટ્રેનમાં ચડાવી સુરક્ષિત રીતે રવાના થઈ. અલવર જંકશન પહોંચ્યા બાદ જયપુર-અજમેર રૂટ પર આગળ વધી.

પ્રવાસીએ કહ્યું કે, અલવર સ્ટેશનથી બે કિમી પહેલા ટ્રેન ઝટકા સાથે અટકી હતી. નીચે ઉતરીને જોયું તો ધુમાડો નીકળતો હતો. ઈલેક્ટ્રિશિયને કહ્યું કે કોઈને કંઈ નુકસાન થયું નથી. સ્ટેશન માસ્તરનું કહેવું છે કે ખૈરથલ સ્ટેશનથી ટ્રેન આગળ વધ્યા બાદ ચેન ખેંચતા વ્હિલના લાઈનર ચોંટી જતા ધુમાડો થયો હતો. પરંતુ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.  

આ સમાચાર શેર કરો