દિલ્હીમાં Air Indiaના Passanger Planeમાં લાગી આગ
Air Indiaના પ્લેનમાં ફરી અમદાવાદ Plane Crash જેવી દુર્ઘટના સર્જાતા અટકી. 22 જુલાઈ, મંગળવારે બપોરે દિલ્

Air Indiaના પ્લેનમાં ફરી અમદાવાદ Plane Crash જેવી દુર્ઘટના સર્જાતા અટકી. 22 જુલાઈ, મંગળવારે બપોરે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી Air Indiaના A-315 Planeના Auxiliary power unitમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવાઈ મુસાફરી એ લોકો માટે સૌથી ઝડપી અને સલામત સવારી માટે જણાય છે પરંતુ હાલ અવારનવાર બનેલા Planeના અકસ્માતથી લોકોમાં એક ભય ઉભો થતો જોવા મળે છે.
સદનસીબે દુર્ઘટનામાં કોઈ જનહાનિ નહિ
22જુલાઈ 2025ના રોજ Hongkongથી Delhi આવી રહેલી Air Indiaના એરક્રાફ્ટને તરત જ ભૂમિગત કરી દેવાયું છે. અને Directorate General Of civil Aviation(DGCA) આ ઘટનાની ચકાસણી કરી રહ્યા હોવાનું સૂત્રએ જણાવ્યું છે. Delhi Airport પર ઉતર્યાના થોડી જ વારમાં તેના Auxiliary power unitમાં આગ લાગી હતી. આ ઘટના Plane ગેટ પર પાર્ક કરવામાં આવ્યું ત્યારે બની હતી. જો કે બધા Passangers અને Crew ઉતરી ગયા પછી Auxiliary unitમાં આગ લાગી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
2 દિવસમાં Air Indiaના ત્રીજા પ્લેન સાથે દુર્ઘટના
છેલ્લા 2 દિવસમાં Air Indiaના પ્લેન સાથે બનેલી આ ત્રીજી ઘટના છે. સોમવારે Calcutta સ્થિત Air Indiaના પ્લેનને દિલ્હી એરપોર્ટ પર ઉપડયાને તરત જ ટેકનિકલ સ્નેગના લીધે પરત આવવું પડયુ હતુ. આ પહેલા Kochiથી આવેલુ Air Indiaનું પ્લેન Mumbai એરપોર્ટ પર ઉતરવા દરમિયાન લપસવાની ઘટના બની હતી.






