મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખેડૂતોને MSP, હલવા સેરેમનીનો આપ્યો જડબાતોડ જવાબ, SC-ST મુદ્દે નાણામંત્રીના રાહુલ પર પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ પર થયેલી ચર્ચાઓનો જવાબ આપતા વિપક્ષે લગાવેલા તમામ આરોપોને ફગ

ખેડૂતોને MSP, હલવા સેરેમનીનો આપ્યો જડબાતોડ જવાબ, SC-ST મુદ્દે નાણામંત્રીના રાહુલ પર પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ પર થયેલી ચર્ચાઓનો જવાબ આપતા વિપક્ષે લગાવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. નાણામંત્રીએ કહ્યું કે,  વિપક્ષ બોલી રહ્યો છે કે સરકારે આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે કંઈ કર્યું નથી. ગઈકાલે રાહુલ ગાંધીએ ગૃહમાં MSP અને જાતિ ગણતરીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ગઠબંધન તેને ગૃહમાં પસાર કરાવશે. આ તમામ મુદ્દાઓનો નાણામંત્રીએ ધારદાર દલીલો સાથે જવાબ રજૂ કર્યા હતા. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે હલવા સેરેમની મુદ્દે રાહુલ ગાંધીના પ્રહારનો જવાબ આપતા કહ્યું, “આ ફોટો ઈવેન્ટ ક્યારે બની ગઈ? 2013-14માં પણ બજેટ પહેલા હલવો વહેંચવામાં આવતો હતો. શું કોઈએ તેમને પૂછ્યું કે, તે સમયે એમાં કેટલા એસસી, એસટી હતા? મિન્ટો રોડ પર બજેટ પેપર છપાતા ત્યારથી આ ઇવેન્ટ ચાલી રહી છે. બજેટ બનાવવા સાથે સંકળાયેલા લોકોને 9 દિવસ અને 8 રાત સુધી ભોંયરામાં બંધ રાખવામાં આવતા હતા. બજેટનું કામ શરૂ થયા પહેલા આ જ કર્મચારી દ્વારા હલવો તૈયાર કરવામાં આવતો હતો. આ ભારતીય પરંપરા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કોંગ્રેસ શાસિત UPAમાં પારદર્શિતાનો અભાવ હતો, પરંતુ વર્તમાન મોદી સરકારમાં નથી. અમે પારદર્શિતાના તમામ પગલાં લઈ રહ્યા છીએ.

SC-ST અને મહિલાઓ માટે બજેટમાં ફાળવણી વધી

નાણાપ્રધાન સીતારમણે કહ્યું, "એસસી, એસટી, મહિલાઓ અને પછાત વર્ગોને અવગણવાની વાત થઈ રહી છે, જ્યારે હું કહીશ કે તેમના વિકાસ માટે ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે."

યુપીએ સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણો સ્વીકારી નહોતી 

ખેડૂતોને એમએસપી મુદ્દે નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2007માં યુપીએ સરકારના કાર્યકાળમાં એમએસ સ્વામીનાથન કમિશને ખેડૂતલક્ષી ભલામણો કરી હતી. એમાં એમએસપીને પાકની સરેરાશ કિંમતના 50% કરતા વધુ આપવાના સૂચનને સ્વીકાર્યું નહોતું. પરંતુ આ મોદી સરકારે ટેકાના ભાવ વધારવા ઉપરાંત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ આપી છે.

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું, “વર્ષ 2013-2014માં UPA સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે બજેટ ફાળવણી માત્ર 21,934 કરોડ રૂપિયા થતી આજે 2024-2025માં મોદી સરકારમાં 5 ગણો વધારો કરીને 1.23 લાખ કરોડ રૂપિયા થઈ છે. PM કિસાન યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 3.2 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધા તેમના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો