મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં 'ઓપરેશન લોટસ'ની ભીતિ, MVAએ લીધો આ મોટો નિર્ણય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે. પરંતુ પરિણામ પહેલાં એક્ઝ

મહારાષ્ટ્રમાં 'ઓપરેશન લોટસ'ની ભીતિ, MVAએ લીધો આ મોટો નિર્ણય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે. પરંતુ પરિણામ પહેલાં એક્ઝિટ પોલ્સના અનુમાનમાં રસાકસીના અંદાજને જોતાં તમામ પાર્ટીઓના નેતાઓ અસમંજસમાં છે. મહાયુતિ અને MVA બંને ગઠબંધનોને જો 19-20ના તફાવતે બેઠકો આવી તો સરકાર બનાવવામાં અડચણો આવી શકે છે. મહાયુતિ અને મહા વિકાસ અઘાડી પોતાના સમર્થક પક્ષોના તમામ ધારાસભ્યોને જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા ભાજપ સમર્થક ગઠબંધન 'ઓપરેશન લોટસ' શરૂ કરે તેવી ભીતિ વિપક્ષમાં જોવા મળી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના CM પદ માટે આ દિગ્ગજ નેતા પહેલી પસંદ, ફડણવીસને સર્વેમાં ઝટકો 

 બીજા પક્ષોના નેતાઓને ખરીદવાનો પ્રયાસ કરી શકે

ગુરુવારે સાંજે શિવસેના નેતા સંજય રાઉત, કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાટ અને એનસીપી-સપાના જયંત પાટિલે ગઈકાલે બેઠક યોજી આ મુદ્દે ચર્ચા કરી હતી. મહાવિકાસ આઘાડીના નેતાઓને ભય છે કે જો બંને ગઠબંધન વચ્ચે રસાકસી થાય તો ભાજપ અને એકનાથ શિંદે ગ્રૂપ બીજા પક્ષોના નેતાઓને ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. મહાયુતિના ડરથી MVCના મોટાભાગના ધારાસભ્યો અને નેતાઓને કોંગ્રેસ શાસિત રાજ્યો તેલંગાણા, કર્ણાટકમાં મોકલી દેવાનો નિર્ણય લીધો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ શનિવાર સાંજે આ ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી દેવામાં આવશે.

ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી દેવાશે

તમામ નેતાઓને ત્યારે જ પરત બોલાવવામાં આવશે, જ્યારે સરકાર બનાવવાનો દાવો કરવામાં આવે કે પછી અન્ય સંગઠન જ સરકાર બનાવવાની સ્થિતિમાં હોય.  આ સિવાય અપક્ષ અને નાના પક્ષના નેતાઓનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે જો સરકાર બનાવી શકાય તેવી સ્થિતિ ગોઠવાય તો મહત્ત્વના પક્ષોના ધારાસભ્યોને પહેલાંથી જ ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરવા પ્રયાસો કરી રહ્યા છે.  

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે, અમારી જ સરકાર બનશે, એક્ઝિટ પોલ્સ ફરી એક વખત ખોટા સાબિત થશે. જો પરિણામ રસાકસીભર્યું રહ્યું તો ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી દેવાશે.

પરિણામ સુધી થોભો અને રાહ જુઓની નીતિ

આ ધારાસભ્યોને ક્યાં મોકલવામાં આવશે તે મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ તેમને કોંગ્રેસ શાસિત રાજ્યો તેલંગાણા અને કર્ણાટકમાં મોકલી શકે છે. જેથી ત્યાં પોલીસ, પ્રશાસનની મદદ મળી જાય અને હોટેલની વ્યવસ્થા કરી શકાય. જો કે, હાલ તમામ પક્ષો પરિણામ આવે નહીં ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો