Video: આંધ્રપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો ટંગુતુર ટોલ ગેટ પાસે પાર્ક કરેલી એક કારને પાછળથી પૂરઝડપે આવી રહેલી લોરીએ જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા , જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી . ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી
જાહેરાત













