ચાર્જિંગમાં મૂકેલી ઈ-રિક્ષામાં સ્પાર્ક થતાં મકાન ભડભડ સળગ્યું; 4 લોકોનાં મોત

ચાર્જિંગમાં મૂકેલી ઈ-રિક્ષામાં સ્પાર્ક થતાં મકાન ભડભડ સળગ્યું; 4 લોકોનાં મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીના વિશ્વાસનગર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. શાહદરાના CBD વિસ્તારમાં ગલી નંબર-11માં આવેલા મકાનમાં સવારે લગભગ 4:15 વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2 લોકો દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બંને ઘાયલોની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.

શાહદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) રાજેન્દ્ર પ્રસાદ મીણાએ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આગ લાગવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મકાનમાં આગ લાગવાથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું સામે આવ્યું હતું.

જાહેરાત

ઈ-રિક્શાના ચાર્જિંગ પોઇન્ટમાંથી આગ લાગી હોવાની આશંકા

પ્રાથમિક તપાસ મુજબ, મકાનના બેઝમેન્ટમાં આગ લાગી હતી. ત્યાં અનેક ઈ-રિક્શા પાર્ક કરેલા હતા. ઈ-રિક્શાના ચાર્જિંગ પોઇન્ટમાંથી સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ ઝડપથી ફેલાઈ હતી અને મકાનમાં રહેતા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનામાં મકાનના મેઝેનાઇન ફ્લોર પરથી કુલ 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 લોકો લગભગ 10 ટકા દાઝી ગયા હતા. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત 5 સ્તર

જે મકાનમાં આગ લાગી હતી તેમાં ગ્રાઉન્ડ ફ્લોર, મેઝેનાઇન ફ્લોર અને અન્ય ત્રણ ફ્લોર હતા. DCP રાજેન્દ્ર પ્રસાદ મીણાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આગ ઈ-રિક્શાના ચાર્જિંગ પોઇન્ટમાંથી શરૂ થઈ હોવાનું જણાય છે. મકાનના પ્રથમ માળે સૂઈ રહેલા લોકો આગની ઝપેટમાં આવ્યા હતા. પોલીસ અને સંબંધિત ટીમો દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત