Video: ગોરખપુરમાં વિકાસ કાર્યોની ભેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગોરખપુર ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણના ૩૭મા સ્થાપના દિવસ સમારોહનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ગીડા અને ધુરિયાપાર ઔદ્યોગિક વિસ્તારમાં ૫૦૨ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનાર ૧૦૪ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત, ગ્રીન એનર્જી, ફાર્મા અને ધાતુ ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે પાંચ કંપનીઓ સાથે ૧૭,૬૫૦ કરોડ રૂપિયાના એમઓયુ પણ કરવામાં આવશે. આ પહેલથી પૂર્વાંચલમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી થશે.
જાહેરાત














