Video: હૈદરાબાદમાં નશામુક્ત ભારત સાયકલ રાઈડ

હૈદરાબાદમાં અક્ષરા સ્પૂર્તિ ફાઉન્ડેશનના ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન હેઠળ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના રાજ્યસભા સાંસદ ડો. કે. લક્ષ્મણે ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો આ રાઈડમાં જોડાયા હતા. આ પ્રસંગે ડો. કે. લક્ષ્મણે જણાવ્યું કે નશીલા પદાર્થો આરોગ્ય, પરિવાર અને યુવાનોનું ભવિષ્ય બગાડે છે. તેમણે સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાનોને ફિટનેસ અપનાવી નશામુક્ત સમાજ બનાવવાની પ્રતિજ્ઞા લેવા અપીલ કરી હતી.
જાહેરાત













