Video: કાશ્મીરમાં ઠંડીનો પ્રકોપ

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શ્રીનગર સહિત ખીણના વિવિધ વિસ્તારોમાં શીતલહેરની અસર જોવા મળી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે દાલ લેક પર પણ ઠંડા વાતાવરણનો નજારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડાને પગલે સ્થાનિક લોકો વહેલી હિમવર્ષાની આશા રાખી રહ્યા છે. હિમવર્ષા થાય તો કાશ્મીરની ખીણ બરફની ચાદરથી ઢંકાઈ જાય તેવી આશા લોકોમાં છે. હાલ સમગ્ર કાશ્મીરમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત