Video: અનુપમ ખેરની કાલીઘાટ મંદિર મુલાકાત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર હાલ પશ્ચિમ બંગાળના કોલકાતાની મુલાકાત લીધી હતી . આ દરમિયાન તેમણે કોલકાતાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ કાલીઘાટ મંદિરના દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં પહોંચીને અભિનેતાએ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મા કાલીની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અનુપમ ખેર અવારનવાર દેશના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે. કાલીઘાટ મંદિરમાં તેમની આ આધ્યાત્મિક મુલાકાતની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું
જાહેરાત











