Video: કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વ્યાપક વરસાદ, તાપમાનમાં ભારે ઘટાડો

પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેઝ અને કુપવાડાના ઉપરના વિસ્તારોમાં રાતોરાત હિમવર્ષા થઈ હતી. આ સાથે જ ઝોજીલા પાસ અને પીર કી ગલીમાં હિમવર્ષા થવાથી શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ મુઘલ રોડ પર વાહનોની અવરજવર સ્થગિત કરવામાં આવી છે. બીજી તરફ, શ્રીનગર સહિતના મેદાની વિસ્તારોમાં દિવસભર વરસાદ વરસ્યો હતો. ઉત્તર કાશ્મીરમાં રાજનવાણી પાસે ઉરી-બારામુલ્લા નેશનલ હાઈવે પર વરસાદને કારણે ભૂસ્ખલન થતાં માર્ગ પર કાટમાળ અને પથ્થરો જમા થઈ ગયા હતા, જેને લઈને ટ્રાફિક ઠપ્પ થતા મુસાફરો ફસાયા હતા.
જાહેરાત





