Video: જનકપુરથી અયોધ્યા પહોંચી સરયૂ-કમલા એક્સપ્રેસ

રામનગરી અયોધ્યામાં આજે એક ભક્તિમય અને આનંદમય માહોલ જોવા મળ્યો હતો. નેપાળના જનકપુરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને લઈને સરયૂ-કમલા એક્સપ્રેસ અયોધ્યા રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. ટ્રેન અયોધ્યા પહોંચતા જ સ્થાનિક સંતો-મહંતો અને રામભક્તોએ યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર સ્ટેશન પરિસર 'જય શ્રીરામ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. જનકપુર અને અયોધ્યા વચ્ચેના આ આધ્યાત્મિક જોડાણથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
જાહેરાત















