Video: અયોધ્યા અને જનકપુર ધામ વચ્ચે પહેલી ટ્રેન

સોર્સ: gstv

ભારત અને નેપાળ વચ્ચે વધુ એક ટ્રેન સેવા શરૂ કરાઈ છે. વડાપ્રધાન મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે લીલી ઝંડી આપીને સરયૂ કમલા એક્સપ્રેસને રવાના કરી. દિલ્હીના હૈદરાબાદ હાઉસથી પીએમ મોદી અને પીએમ બાલેન શાહે લીલી ઝંડી બતાવી. આ સાથે જ અયોધ્યા સ્ટેશન પર ઊભેલી ટ્રેન જનકપુર માટે રવાના થઈ હતી.ભગવાન રામની નગરી અયોધ્યા અને માતા સીતાની જન્મભૂમિ જનકપુર ધામ વચ્ચે પહેલી ટ્રેન શરૂ થઈ છે. આ ટ્રેન યુપી અને બિહારના 10 સ્ટેશનો પરથી પસાર થશે. આ મુસાફરી લગભગ 19 કલાકમાં પૂર્ણ થશે. સામાન્ય મુસાફરો માટે આ ટ્રેન 28 નવેમ્બરથી શરૂ થવાની આશા છે. મુસાફરોએ જણાવ્યું કે ટ્રેનથી લોકોને ફાયદો થશે. તેનાથી અયોધ્યા અને જનકપુરનો સંબંધ વધુ મજબૂત બનશે. અગાઉ પણ નેપાળ અને ભારત વચ્ચે રોટી અને બેટીનો સંબંધ હતો. આ સંબંધ સદીઓથી ચાલ્યો આવે છે. અયોધ્યા અને જનકપુર વચ્ચે આ ટ્રેન સેવા શરૂ થવાથી આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત