Video: જમીન અને વળતરની માંગણીઓ સાથે ઉગ્ર દેખાવો

ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને ખેડૂતોએ નોઈડા ઓથોરિટીની ઓફિસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સંપાદિત જમીનનું વધેલું વળતર, વિકસિત પ્લોટ અને પરિવારના સભ્યોને રોજગારી તાત્કાલિક આપવામાં આવે. અગાઉ આપવામાં આવેલા આશ્વાસનો પૂરા ન થતા ખેડૂતોએ ફરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઓથોરિટી ઓફિસ બહાર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
જાહેરાત













