મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન, વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું ટેન્શન વધશે

પંજાબના ખેડૂત સંગઠનોએ ગુરૂવારથી ફરી એક વખત રેલવે ચક્કાજામ કરવા અને શંભુ બોર્ડર પર ધરણાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સલવિંદર

હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન, વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનું ટેન્શન વધશે

પંજાબના ખેડૂત સંગઠનોએ ગુરૂવારથી ફરી એક વખત રેલવે ચક્કાજામ કરવા અને શંભુ બોર્ડર પર ધરણાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સલવિંદર સિંહે કહ્યું કે શંભુ બોર્ડર પર સંયુક્ત રીતે કરવામાં આવેલા ધરણાને ચાર મહિના વિતી ગયા છે પરંતુ અત્યાર સુધી સરકારે અમારી માંગો પુરી કરી નથી. હજુ પણ શંભુ અને ખનૌરી બોર્ડર પર ફેબ્રુઆરીથી કેટલાક ખેડૂતો બેઠેલા છે. આ રીતે પંજાબમાં ખેડૂત આંદોલન ફરી સક્રિય થઇ રહ્યું છે. આટલું જ નહીં ચૂંટણી રાજ્ય હરિયાણામાં પણ ખેડૂત સંગઠન સક્રિય થવાના છે. ખેડૂત સંગઠન સાથે જોડાયેલા સુત્રએ જણાવ્યું કે ચૂંટણી પહેલા હરિયાણામાં યાત્રા કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે.

ખેડૂત આંદોલન સક્રિય થશે

આ યાત્રામાં ખેડૂતોને તેમના મુદ્દા પ્રત્યે જાગૃત કરવામાં આવશે. આ સિવાય સૌથી મહત્ત્વની માંગ MSP કાયદાની ગેરંટી છે, જેના પર ખેડૂતો પાસે સમર્થનની માંગ કરવામાં આવશે. જુલાઇ મહિનામાં આ યાત્રા કાઢવાની તૈયારી છે જ્યારે ઓક્ટોબરમાં રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થવાની છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ સૌથી યોગ્ય સમય છે જ્યારે હરિયાણામાં ચૂંટણી યોજાવાની છે. એવામાં આંદોલન કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાજપ સરકાર પર દબાણ બનાવી શકાય છે. મહત્ત્વપૂર્ણ છે કે શંભુ અને ખનૌરી બોર્ડર પર ભેગા થયેલા ખેડૂતોને રોકવા માટે હરિયાણા સરકારે બેરિયર પણ લગાવી રાખ્યા છે જેથી લોકો દિલ્હી સુધી ના વધી શકે.

હરિયાણા લોકસભાના પરિણામથી કેમ ખુશ છે ખેડૂત સંગઠન

લોકસભા ચૂંટણીમાં ભાજપના હરિયાણા અનમે પંજાબમાં પ્રદર્શનને જોતા પણ ખેડૂત સંગઠન ઉત્સાહિત છે, તેમને લાગે છે કે આ આંદોલનને કારણે જ હરિયાણામાં ભાજપને 5 બેઠક મળી શકી છે અને પંજાબમાં એક બેઠક પર જીત મળી છે. છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભાજપ પંજાબમાં બે કે ત્રણ બેઠક જીતતું રહ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણાની તમામ 10 બેઠક ભાજપે જીતી હતી. આ વખતે ખેડૂત આંદોલનને કારણે કેટલાક ગામમાં વિરોધ જોવા મળ્યો હતો. અહીં સુધી કે ભાજપના ઉમેદવારોને પ્રચાર માટે ઘરમાં ઘુસવા દેવામાં આવ્યા નહતા.

આ સમાચાર શેર કરો