મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઝારખંડથી લગ્ન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર, કારની ટક્કરમાં વરરાજા સહિત 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિત

ઝારખંડથી લગ્ન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર, કારની ટક્કરમાં વરરાજા સહિત 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને રિક્ષા વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો હતો જેમાં કારે  ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. 

જિલ્લાના ધામપુર વિસ્તારમાં શનિવારે સવારે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ધામપુરમાં દેહરાદૂન-નૈનીતાલ નેશનલ હાઈવે પર થઈ હતી. અહીં એક ઝડપી કારે ઓટોને પાછળથી જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓટો ચાલક સહિત સાત લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

લગ્ન બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ઓટોમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઝારખંડમાં લગ્ન કરીને પોતાના ગામ તિબરી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં ખુર્શીદ (65), તેનો પુત્ર વિશાલ (25), પુત્રવધૂ ખુશી (22), મુમતાઝ (45), રૂબી (32) અને બુશરા (10)નો સમાવેશ થાય છે. આ સિવાય એક ઓટો ડ્રાઈવરનું પણ મોત થયું છે. વિશાલના લગ્ન બાદ એક જ પરિવારના છ લોકો ઝારખંડથી તેમના ગામ ધામપુર તિબરી આવી રહ્યા હતા ત્યારે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો મુરાદાબાદમાં ટ્રેનમાંથી નીચે ઉતર્યા, ઓટો બુક કરી અને પોતાના ગામ જઈ રહ્યા હતા.

ક્રેટા ઓટો સાથે અથડાઈ
ધામપુર નગીના માર્ગ પર ફાયર સ્ટેશન પાસે ક્રેટા કારે ઓટોને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ઓટોમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના તમામ 6 લોકોના મોત થયા હતા. ઓટો ડ્રાઈવરનું પણ હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ ક્રેટામાં સવાર શેરકોટના રહેવાસી સોહેલ અલ્વી અને અમનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસપી અભિષેક ઝા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની જાણકારી આપી.

આ પણ વાંચો : VIDEO/ ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં થયો જોરદાર વિસ્ફોટ

એસપીએ માહિતી આપી હતી
ઘટના વિશે માહિતી આપતા બિજનૌરના એસપી અભિષેક ઝાએ જણાવ્યું હતું કે, "વહેલી સવારે માહિતી મળી હતી કે એક ઓટો અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારે  ઓટોને ટક્કર મારી હતી અને ઓટોમાં 7 લોકો હતા, જેમાંથી 6 લોકોના મોત થયા હતા. ઓટો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ સમાચાર શેર કરો