મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચંદીગઢમાં રેપર બાદશાહના નાઇટ ક્લબ પાસે વિસ્ફોટ, પોલીસે તપાસ હાથ ધરી

ચંદીગઢના બે નાઇટ ક્લબ પાસે બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે દેશી બોમ્બથી વિસ્ફોટ

ચંદીગઢમાં રેપર બાદશાહના નાઇટ ક્લબ પાસે વિસ્ફોટ, પોલીસે તપાસ હાથ ધરી

ચંદીગઢના બે નાઇટ ક્લબ પાસે બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે દેશી બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે.  તપાસ માટે NIAની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

કહેવામાં આવે છે કે બે અજાણ્યા બાઇકસવારોએ સેક્ટર-26 સ્થિત બે નાઇટ ક્લબ પાસે શંકાસ્પદ વિસ્ફોટક ફેક્યા હતા. શંકાસ્પદોએ ચાર વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો.જોકે, આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી.ચંદીગઢ પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી આ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસ ઘટના પાછળના ઉદ્દેશ્યની તપાસ કરી રહી છે. આ સ્પષ્ટ નથી કે આ કોઇ સંગઠિત ગુનાનો ભાગ છે કે પછી વ્યક્તિગત ષડયંત્રનું પરિણામ છે. આસપાસના સીસીટીવી ફૂટેજ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં સ્થિતિ કથળી: ઈસ્લામાબાદમાં 4 રેન્જર્સને કારની નીચે કચડ્યા, શૂટ એટ સાઈટનો ઓર્ડર જાહેર

નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

પોલીસે સ્થાનિક નાગરિકોને સાવચેત રહેવા અને કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિની તરત જ જાણકારી આપવાની અપીલ કરી છે. નાઇટ ક્લબ પાસે સુરક્ષા વધારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો