મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આંધ્ર પ્રદેશ: NTRમાં સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 1નું મોત, 16 લોકો દાઝ્યા

આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લામાં સ્થિત એક સિમેન્ટ ફેકટરીમાં રવિવારે એક ભીષણ બ્લાસ્ટ થયો હતા. આ દુર્ઘટનામાં

આંધ્ર પ્રદેશ: NTRમાં સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 1નું મોત, 16 લોકો દાઝ્યા

આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લામાં સ્થિત એક સિમેન્ટ ફેકટરીમાં રવિવારે એક ભીષણ બ્લાસ્ટ થયો હતા. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે 16 લોકો દાઝ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આ કેસની નોંધ લીધી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

ઘાયલ થયેલા કર્મચારીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દાઝી ગયેલા લોકોમાં 10 સ્થાનિક હતા. જ્યારે અન્ય લોકો એમપી, બિહાર અને યુપીના હોવાનું કહેવાય છે. બોઈલર ફાટવાના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રી નાયડુએ રિપોર્ટ મંગાવ્યો

સીએમ ચંદ્રબાબુ નાયડુએ ઘટનાના કારણો અને તેના માટે જવાબદાર લોકોનો રિપોર્ટ મંગાવ્યો છે. મુખ્યમંત્રીએ કાર્યવાહીના આદેશો જારી કર્યા છે અને ઘાયલોની સારવારમાં બેદરકારી ન દાખવવા ડોક્ટરોને સૂચના આપી છે.

કામદારોએ કારખાનામાં ઘૂસી કાચ તોડ્યા

મુખ્યમંત્રીએ રાહત માટે વળતરની પણ જાહેરાત કરી છે. તે જ સમયે કેટલાક કામદારોએ દુર્ઘટના બાદ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ કામદારોએ કારખાનામાં ઘૂસી કાચ તોડી નાખ્યા હતા. પોલીસે સ્થળ પર આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જે બાદ ભીડને અહીંથી હટાવી દેવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો