VIDEO: જેસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) આઉટપોસ્ટ પર જવાનો ઉત્સાહભેર યોગાસનો કર્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારત-પાકિસ્તાન સરહદેથી દેશભક્તિના અદભુત દ્ર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારત-પાકિસ્તાન સરહદેથી દેશભક્તિના અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ની વિવિધ આઉટપોસ્ટ પર જવાનો માટે ભવ્ય માસ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું..'યોગા ફોર હેલ્ધી એજિંગ' થીમ હેઠળ રણની કાળઝાળ ગરમી વચ્ચે જવાનોએ ઉત્સાહભેર યોગાસનો કર્યા. બોર્ડર ડ્યુટીના તણાવભર્યા માહોલમાં માનસિક શાંતિ, ફિટનેસ અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે આ સત્રો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મહિલા જવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ નારી શક્તિનો પરિચય આપ્યો હતો.




