મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Jaisalmer: જેસલમેરમાં 30થી વધુ પાકિસ્તાની મિસાઈલોનો સફાયો, વધુ વાંચો વિગતવાર

Jaisalmer news: ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના બોર્ડરને અડીને આ

Jaisalmer: જેસલમેરમાં 30થી વધુ પાકિસ્તાની મિસાઈલોનો સફાયો, વધુ વાંચો વિગતવાર

Jaisalmer news: ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જેસલમેરમાં પાકિસ્તાને ઝીંકેલી 30 કરતાં વધુ મિસાઈલોને ભારતીય સુરક્ષા સિસ્ટમ દ્વારા નાશ કરી દેવામાં આવી છે. જેસલમેરના સાંસદે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, પાડોશી દેશ પાકિસ્તાન તરફથી રહેણાક વિસ્તારોમાં હુમલાને અમારા જાંબાજ સેના બહાદૂરીથી સામનો કરી રહી છે. વર્તમાન સ્થિતિને જોતા નાગરિકોને સાવધાન અને એલર્ટ રહેવાની વાત કરી હતી.  વધુમાં સીએમ ભજનલાલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ભારતના 5 સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ પાકિસ્તાને અત્યાર સુધી ભારતના 5 સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને પઠાણકોટ, ઉધમપુર, કઠુઆ, સાંબા અને કાલૂ ચાકમાં સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો, જેણે ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. જમ્મુ યુનિવર્સિટીની પાછળના ગેટ નજીક ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પાડ્યા છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે   અફવાઓ પર ધ્યાન આપવા અપીલ
આ અગાઉ સીએમ ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, સરકારના ઓપરેશન સિંદૂરને લઈ સીએમ નિવાસસ્થાને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમને જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો