VIDEO: જેસલમેર રણપ્રદેશમાં ભયાનક ધૂળની ડમરીઓનું તોફાન,અંધારપટ છવાયો
સોર્સ : GSTV
રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે અને સમગ્ર વિસ્તાર ભારે ધૂળના તોફાનની ઝપેટમાં આવી ગયો છે. રણપ્રદેશમાં ફૂંકાયેલા આ ભયાનક વાવાઝોડાને કારણે ચારેય તરફ માત્ર ધૂળની ડમરીઓ જ જોવા મળી રહી છે જેનાથી ધોળા દિવસે પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે.જેસલમેર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સામે આવેલા દ્રશ્યોમાં ધૂળની વિશાળ દીવાલ જેવું તોફાન રહેણાંક વિસ્તારો તરફ આગળ વધતું સ્પષ્ટ જોઈ શકાય છે. જેના લીધે હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે.

