VIDEO: જેસલમેરમાં અર્બન ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ દ્વારા અતિક્રમણ સામે એક મોટી કાર્યવાહી
સોર્સ : GSTV
રાજસ્થાનના જેસલમેરમાં અર્બન ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ દ્વારા અતિક્રમણ સામે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રશાસને બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને આશરે ૩૦૦ વીઘા સરકારી જમીનને અતિક્રમણમાંથી મુક્ત કરાવી છે. આ સરકારી જમીનની બજાર કિંમત અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવી રહ્યું છે. ભુમાફિયાઓએ લાંબા સમયથી આ કિંમતી જમીન પર ગેરકાયદે કબજો જમાવી રાખ્યો હતો. યુઆઈટીની આ મોટી કાર્યવાહીથી સ્થાનિક ભુમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

