Video: શિલોંગમાં કરાનો કહેર

સોર્સ: gstv

મેઘાલયના શિલોંગ શહેરમાં કરા પડતાં સમગ્ર શહેરે બરફની સફેદ ચાદર ઓઢી લીધી હતી. શહેરના રસ્તાઓ અને વાહનો પર કરાનો થર જામી જતાં શિયાળુ માહોલ સર્જાયો હતો. રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં બરફ જેવી સફેદ ચાદર જોવા મળી હતી. કરા પડવાની આ અદભુત ઘટનાએ શિલોંગના વાતાવરણને મનમોહક બનાવી દીધું હતું. સમગ્ર શહેર જાણે શિયાળાની કોઈ સુંદર તસવીરમાં ફેરવાઈ ગયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ નજારો જોવા સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત