Video: દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા તંત્રના પ્રયાસો, AIIMS નજીક રિંગ રોડ પર વોટર સ્પ્રિંકલર તૈનાત

દિલ્હીમાં દિવાળી બાદ વ્યાપેલા ભયાનક પ્રદૂષણને ઓછું કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે. રાજધાનીના AIIMS નજીક રિંગ રોડ પર હવાની ગુણવત્તા સુધારવા અને રસ્તા પર ઊડતી ધૂળને ડામવા માટે વોટર સ્પ્રિંકલર મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. પાણીનો છંટકાવ કરીને વાતાવરણમાં તરતા પ્રદૂષિત રજકણો અને સ્મોગની અસરને ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. દિલ્હીમાં વહેલી સવારથી જ ઝેરી ધુમ્મસના કારણે એસીઆઈ 400થી ઉપર પહોંચી જતાં મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર વોટર ગન અને મશીનો વડે સતત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચતા સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને માસ્ક પહેરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
જાહેરાત







