Video: ચક્રવાત પહેલાં સ્થળાંતર

સોર્સ: gstv

ઓડિશાના પુરીમાં ચક્રવાત અકવાનના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પુરીના પેન્ટાકાથા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાચાં મકાનોમાં રહેતા પરિવારોને પણ નજીકના ચક્રવાત આશ્રયસ્થાનોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. કોઈપણ જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ચક્રવાતની સ્થિતિને લઈને તંત્ર સતત સતર્ક છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત