Video: શ્રીકાકુલમના દરિયાકાંઠે તોફાની માહોલ સર્જાયો છે. ચક્રવાત અકવાનની સંભવિત અસરને પગલે દરિયામાં ઊંચાં મોજાં ઉછળી રહ્યાં છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ચક્રવાતી તોફાન અકવાનની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠે દરિયાની સ્થિતિ અત્યંત ખરાબ બની છે અને ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. ચક્રવાત અકવાન 20 નવેમ્બરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 110 કિલોમીટર સુધીના ઝંઝાવાતી પવનોની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.
જાહેરાત













