Video: મુંબઈના વડાલા ઈસ્ટર્ન ફ્રીવે પર સ્મોગના દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાં પ્રદૂષણની સ્થિતિ ફરી ચિંતાનો વિષય બની છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવાની ગુણવત્તાને લઈને ચિંતા વધારતા દૃશ્યો સામે આવ્યા છે. મુંબઈના વડાલા વિસ્તારમાં આવેલા ઈસ્ટર્ન ફ્રીવે પર સ્મોગની ચાદર જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ અને પ્રદૂષણનું મિશ્રિત વાતાવરણ છવાયેલું નજરે પડ્યું છે. ફ્રીવે પરથી પસાર થતા વાહનચાલકોને દૂર સુધીનું દૃશ્ય સ્પષ્ટ દેખાતું નથી. શહેરમાં વધતા પ્રદૂષણ વચ્ચે સામે આવેલા આ દૃશ્યો હવાની ગુણવત્તા અંગે સવાલો ઉભા કરી રહ્યા છે.
જાહેરાત













