મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારાનું એન્કાઉન્ટર, પોલીસે પગમાં ગોળી મારીને પકડ્યો

ગુરૂગ્રામમાં યુ ટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા આરોપીની પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસની ટ

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારાનું એન્કાઉન્ટર, પોલીસે પગમાં ગોળી મારીને પકડ્યો

ગુરૂગ્રામમાં યુ ટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા આરોપીની પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસની ટીમે કાર્યવાહી કરતા શૂટર ઇશાંત ઉર્ફ ઇશુ ગાંધીને અથડામણ દરમિયાન પકડ્યો છે.

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ઝડપાયો

મળતી માહિતી અનુસાર, ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર-30ની ટીમને સૂચના મળી હતી તે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન પોલીસને જોતા જ આરોપીએ ઓટોમેટિક પિસ્ટોલથી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા આરોપીમાંથી એક ઇશાંત ગાંધીને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે અથડામણ બાદ ધરપકડ કરી છે. ઇશાંતને અથડામણ દરમિયાન પગમાં ગોળી લાગી હતી. જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઇશાંત 19 વર્ષનો છે.

મળતી માહિતી અનુસાર, ઇશાંત ગાંધી નીરજ ફરીદપુરિયા ગેન્ગ સાથે જોડાયેલો હતો, તેના ગામમાં કોઇને મળવા ગયો હતો. પોલીસને સૂચના મળી કે તે ફરીદપુરથી પરત ફરવાનો છે તો પોલીસે ફરીદપુર રોડ પર નાકાબંધી કરી હતી. જ્યારે પોલીસે ઇશાંતને આવતા જોયો ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોતા જ ઇશાંતે ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ફાયરિંગમાં 7 રાઉન્ડ ક્રૉસ ફાયર થયું હતું જેમાંથી 4 ઇશાંતે અને પોતાના બચાવમાં 3 પોલીસે કર્યા હતા.આ અથડામણ દરમિયન ઇશાંતને પગમાં ગોળી લાગી હતી. તે બાદ પોલીસે તેની ધરપકડ કરી તેની પિસ્ટોલ જપ્ત કરી હતી. ઇશાંત જે બાઇક પર હતો પોલીસે તેને પણ કબ્જામાં લઇ લીધી છે. પોલીસ હવે ઇશાંતની કુંડળી શોધવામાં લાગી છે અને તે કેટલા સમયથી નીરજ ફરીદપુરિયા ગેન્ગ સાથે જોડાયેલો હતો અને અત્યાર સુધી ક્યા ક્યા ગુનામાં સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.

એલ્વિશ યાદવના ઘરે થયું હતું ફાયરિંગ

મહત્ત્વપૂર્ણ છે કે ગુરુગ્રામના સેક્ટર-57માં બાઇક પર સવાલ ત્રણ અજાણ્યા શખ્સ યૂ ટ્યુબર એલ્વિશ યાદવના ઘરની બહાર પહોંચ્યા હતા. સવારે આશરે 5.30થી 6 વાગ્યા વચ્ચે બદમાશોએ ગેટની બહારથી ફાયરિંગ કર્યું હતું. બદમાશોએ બે ડઝન રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સમયે એલ્વિશ યાદવ ખુદ ઘરે નહતો. એલ્વિશના પિતા અને પરિવારના અન્ય સભ્ય ઘરમાં હતા. ઘટના બાદ ત્રણેય બદમાશ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. પોલીસે આસપાસના CCTV કેમેરા ફૂટેજના આધારે આરોપીઓની તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો