મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Bihar election: નીતિશ કુમારે આ નામોને ફાઈનલ કર્યા, JDUના સંભવિત ઉમેદવારોની યાદી

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે JDUની તૈૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના

Bihar election: નીતિશ કુમારે આ નામોને ફાઈનલ કર્યા, JDUના સંભવિત ઉમેદવારોની યાદી

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે JDUની તૈૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીના નિવાસસ્થાને JDUના સંભવિત ઉમેદવારોને સિમ્બોલ એટલે કે પ્રતીક આપવામાં આવી રહ્યા છે. સૂત્રો મુજબ બેઠકોની આપ-લે પણ શરૂ થઈ ગઈ છે. JDUના ધારાસભ્ય અને મંત્રી રત્નેશ સદાને સોનવરષા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સોનવરષા બેઠક ચિરાગ પાસવાનના ખાતામાં જવાની ચર્ચા હતી.

  1. શિક્ષણ મંત્રી સુનિલ કુમાર ભોરે વિધાનસભા બેઠક પરથી
  2. સોનવરષાથીનશાબંધી મંત્રી રત્નેશ સદા
  3. રાજપુરથી પૂર્વ મંત્રી સંતોષ કુમાર નિરાલા
  4. જમાલપુરથી પૂર્વ મંત્રી શૈલેષ કુમાર 
  5. વૈશાલીથી સિદ્ધાર્થ પટેલ
  6. ઝાઝાથી દામોદર રાવત

નોંધ: આ નામોની યાદી સંભવિત યાદી તરીકે સામે આવી છે, GSTV આની પુષ્ટિ કરી રહ્યું નથી.

આ યાદી મામલે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. આ સૂચવે છે કે JDU એ તેના ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે પણ પાર્ટીએ હજુ સુધી ઉમેદવારોની ઔપચારિક યાદી જાહેર કરી નથી.

આ સમાચાર શેર કરો