Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Election Commission announces new rules regarding AI

'3 કલાકની અંદર હટાવવી પડશે ખોટી સામગ્રી',ચૂંટણી પંચે AIને લઇને જાહેર કર્યા નવા નિયમ

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
'3 કલાકની અંદર હટાવવી પડશે ખોટી સામગ્રી',ચૂંટણી પંચે AIને લઇને જાહેર કર્યા નવા નિયમ
સોર્સ : GSTV

ECI Issued AI Advisory : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવતા ફેક કન્ટેન્ટ અને ખોટી માહિતીના વધતા જોખમનો સામનો કરવા માટે ચૂંટણી પંચે નિયમો જાહેર કર્યા છે. પંચે આજે તમામ રાજકીય પક્ષો માટે એક સખત એડવાઇઝરી જારી કરી છે. આ નિર્દેશમાં ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી AIથી બદલેલી ઇમેજ, ઓડિયો અને વીડિયો પર સ્પષ્ટ લેબલ લગાવવા અને આવી ભ્રામક સામગ્રીને તાત્કાલિક હટાવવા માટે કહેવાયું છે.

App Store

ચૂંટણી પંચની તમામ રાજકીય પક્ષોને એડવાઈઝરી

ચૂંટણી પંચે એડવાઈઝરી એક્સ પર પોસ્ટ કરી છે, જેમાં કહેવાયું છે કે, ‘નકલી AI જનરેટેડ કન્ટેન્ટ ચૂંટણીના મેદાનમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાને નુકસાન પહોંચાડી રહ્યું છે. મતદારોનો વિશ્વાસ અને ચૂંટણીની અખંડિતતા જાળવવા માટે પંચે બંધારણની કલમ 324 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને પાંચ મુખ્ય નિર્દેશો આપ્યા છે.

લેબલ લગાવવું ફરજિયાત : સિન્થેટિક રીતે બનાવેલી અથવા એઆઈ દ્વારા બદલેલી તમામ પ્રચાર સામગ્રી પર સ્પષ્ટ, વાંચી શકાય તેવું અને મુખ્ય લેબલ જેમ કે AI જનરેટેડ, ડિજિટલી એન્હાન્સ્ડ અથવા સિન્થેટિક કન્ટેન્ટ લગાવવું ફરજિયાત છે. જે દેખાતા ડિસ્પ્લે એરિયાના ઓછામાં ઓછા 20 ટકા ભાગને (ઓડિયો માટે શરૂઆતની 10 ટકા સમયને) આવરી લેવા જોઈએ. જ્યારે વીડિયો માટે આ લેબલ સ્ક્રીનના ઉપરના અડધા ભાગ પર દેખાવું જોઈએ.

જવાબદાર વ્યક્તિ-સંસ્થાનું નામ : AI કન્ટેન્ટ બનાવનારાઓએ મેટાડેટામાં અથવા તેની સાથેના કેપ્શનમાં જવાબદાર વ્યક્તિ અથવા સંસ્થાનું નામ સ્પષ્ટ બતાવવું ફરજીયાત.

ભ્રામક કન્ટેન્ટ પર પ્રતિબંધ : તમામ રાજકીય પક્ષો ગેરકાયદે અથવા કોઈ વ્યક્તિની સંમતિ વગરની ઓળખ-દેખાવ-અવાજ ખોટી રીતે રજૂ કરતા કન્ટેન્ટને પબ્લિક અને ફોરવર્ડ નહીં કરી શકે. આવું કરવાથી મતદારો ગેરમાર્ગે દોરાય છે.

ઉલ્લંઘન પર તાત્કાલિક કાર્યવાહી : જો રાજકીય પક્ષોના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર AIથી બનાવેલી કે બદલેલો ફોટો, ઓડિયો, વીડિયો, ખોતી માહિતી અથવા મૈનુપુલેટેડ કન્ટેટ દેખાશે કે પછી તેમને રિપોર્ટ કરવામાં આવે છે તો તેઓએ ત્રણ કલાકની અંદર તે હટાવી દેવું પડશે. જો પાર્ટીઓ તેનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરાશે.

રેકોર્ડ જાળવવો ફરજિયાત : રાજકીય પક્ષોએ તમામ AI જનરેટેડ મટીરિયલનો તમામ વિગતો સાથે રેકોર્ડ રાખવો પડશે, જેમાં સામગ્રી બનાવનાર વ્યક્તિ-સંસ્થાની વિગતો સામેલ હોવી જોઈએ. તેનાથી જરૂર પડ્યે ચૂંટણી પંચ ચકાસણી કરી શકશે. આ નવા નિર્દેશો તાત્કાલિક અસરથી તમામ સામાન્ય અને પેટાચૂંટણીઓ માટે લાગુ થશે.