Video: યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની તૈયારી

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધના તાજેતરના ઘટનાક્રમ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પ્રયાસોમાં ભારતના યોગદાનની તૈયારી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતનો અભિગમ હંમેશા માનવતાને કેન્દ્રમાં રાખવાનો રહ્યો છે. આ સંઘર્ષનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ આવવો જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત બંને નેતાઓએ ભારત અને યુક્રેન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બનાવવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત