Video: અયોધ્યામાં ૧૦મા દીપોત્સવની તૈયારીઓ આખરી તબક્કામાં

સોર્સ: gstv

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આયોજિત ૧૦મા દીપોત્સવને ભવ્ય બનાવવા માટે વહીવટી તંત્ર અને સ્વયંસેવકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. રામ કી પૈડી સહિતના વિવિધ ઘાટો પર ૩૦ લાખથી વધુ માટીના દીવડા પાથરીને તેમાં વાટ અને તેલ પૂરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ સિદ્ધિ સાથે અયોધ્યા નગરી નવો વિશ્વ રેકોર્ડ સર્જવા જઈ રહી છે. સરયૂ તટ અને સમગ્ર શહેર દિવડાઓના અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠશે, જેના માટે વ્યાપક સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત