Video: અમૃતસરમાં દિવાળી અને બંદી છોડ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પંજાબના અમૃતસરમાં દિવાળી અને બંદી છોડ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસરે શ્રી દરબાર સાહિબને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. પવિત્ર સરોવરની આસપાસ પરંપરાગત દીપમાળા પ્રગટાવીને ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી હતી. દીવડાઓની રોશનીથી સમગ્ર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. આકાશમાં આતશબાજીથી મનમોહક નજારો સર્જાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.
જાહેરાત






